🔥 ट्रेंडिंग କଟକର ମାତାମଠ ନିକଟ କପଡ଼ା ସୋରୁମ୍‌ରେ ଅଗ୍ନି... गुजरात के 1,152 पुलिसकर्मी राष्ट्रीय ब... गुजरात में खुला 3डी वर्चुअल संग्रहालय,... गुजरात की नई कचरा‑ऊर्जा नीति में जमीन... बिहार के बेगूसराय में बंद घर से 1.25 क... बिलाघाट एयर होस्टेस हत्या केस: वीडियो...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દાહોદના લીમખેડામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા, 7.33 લાખનો મુદ્દામાલ જપ્ત
अपराध

દાહોદના લીમખેડામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા, 7.33 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 अग. 2026, 11:30 AM 👁 73
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દાહોદના લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂ ભરીને હેરાફેરી કરી રહ્યા હતા.

પોલીસની તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી કાર અને મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. જપ્ત કરવામાં આવેલા કુલ મુદ્દામાલની કિંમત 7,33,000 રૂપિયા આંકવામાં આવી છે.

લીમખેડા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
📲Get App