🔥 TRENDING Madhya Pradesh to Raise Rs 1,500 Crore... बारामती पोलिसांचा धडाका! अवैध शस्त्र ब... 1971ના યુદ્ધમાં ભારતે મદદ નહોતી કરી...... Madhya Pradesh Activist Nirmala Leads... Madhya Pradesh High Court Marks Consti... पूर्व मुख्यमंत्री लालू प्रसाद यादव की...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Travel

રેલવેના મુસાફરોને મોટી રાહત : રાજધાની-શતાબ્દી સહિત અમદાવાદ મંડળની 7 જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે, જુઓ સંપૂર્ણ યાદી

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 28 Nov 2026, 12:08 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ટ્રેનોમાં મુસાફરોની વધારાની ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મંડળની કુલ 7 જોડી એક્સપ્રેસ અને પ્રીમિયમ ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ જોડવામાં આવશે. રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ સહિત 7 ટ્રેનોમાં વધારાના કોચ જોડાવાના કારણે લાંબા સમયથી વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવા મજબૂર બનેલા પેસેન્જરોને હવે કન્ફર્મ ટિકિટ મળશે, જેનાથી તેઓ સરળતાથી અને આરામદાયક મુસાફરી કરી શકશે.


વધારાના કોચ ધરાવતી 7 જોડી ટ્રેનોની વિગતવાર યાદી

સાબરમતી–વારાણસી–સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 20963/20964): આ ટ્રેનમાં 1 થર્ડ એસી અને 1 સ્લીપર શ્રેણીનો વધારાનો કોચ 03.12.2026 થી 27.03.2027 સુધી (નિર્ધારિત દિવસોમાં) જોડવામાં આવશે.
અમદાવાદ–કોલકાતા–અમદાવાદ એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 19413/19414): આ ટ્રેનમાં 1 થર્ડ એસી અને 1 સ્લીપર કોચ 02.12.2026 થી 03.04.2027 સુધી (નિર્ધારિત દિવસોમાં) જોડવામાં આવશે.
સાબરમતી–ગોરખપુર–સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 19409/19410): આ ટ્રેનમાં 1 થર્ડ એસી અને 1 સ્લીપર કોચ 03.12.2026 થી 29.03.2027 સુધી (નિર્ધારિત દિવસોમાં) જોડાશે.
સાબરમતી–સુલતાનપુર–સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 20939/20940): આ ટ્રેનમાં 1 થર્ડ એસી અને 1 સ્લીપર કોચ 01.12.2026 થી 31.03.2027 સુધી (નિર્ધારિત દિવસોમાં) જોડવામાં આવશે.
મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 12009/12010): આ પ્રીમિયમ ટ્રેનમાં 1 એસી ચેર કાર શ્રેણીનો વધારાનો કોચ 01.12.2026 થી 31.03.2027 સુધી જોડવામાં આવશે.
અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ–વટવા કર્ણાવતી એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 12934/12933): આ ટ્રેનમાં પણ 1 એસી ચેર કાર શ્રેણીનો વધારાનો કોચ 01.12.2026 થી 31.03.2027 સુધી જોડાશે.
સાબરમતી–નવી દિલ્હી–સાબરમતી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 12957/12958): આ રાજધાની એક્સપ્રેસમાં 1 થર્ડ એસી શ્રેણીનો વધારાનો કોચ 01.12.2026 થી 01.01.2027 સુધી જોડવામાં આવશે.
રેલવે તંત્રના આ નિર્ણયથી ઉત્તર ભારત, પૂર્વ ભારત તેમજ મુંબઈ અને દિલ્હી તરફ મુસાફરી કરતા હજારો મુસાફરોને રાહત મળશે.
📲Get App