🔥 TRENDING Agra में शादियों के मौसम से सड़कें जा... ज्योतिष विज्ञान के माध्यम से लोगों की... New Film 'Hey Kannamma' Teases Audienc... Rajasthan High Court Lowers Mental Hea... Rajasthan CET 12th Level Admit Cards f... Three killed as car collides with stal...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા: ઘરફોડ અને કેબલ ચોરી ગેંગ સામે બાવલુ પોલીસની સફળ કામગીરી, 7 ગુનાઓ ઉકેલાયા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 25 Nov 2026, 04:38 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાવલુ પોલીસે ઘરફોડ અને કેબલ ચોરી ગેંગને પકડીને 175 કિલોગ્રામ તાંબાના કેબલ અને 2.62 લાખ મૂલ્યનું સામાન જપ્ત કરીને કુલ સાત ગુનાઓ ઉકેલ્યા..

મહેસાણા જિલ્લામાં બાવલુ પોલીસે ઘરફોડ અને બોરના કેબલ ચોરી કરતા ગેંગને પકડવામાં મોટી સફળતા મેળવી છે.મળેલી ચોક્કસ બાતમીના આધારે કણઝરીથી ચંદનપુરા કેનાલ સુધીની કામગીરીમાં ચાર આરોપી અને એક બાળ કિશોરને દબોચી લેવામાં આવ્યા,જેના કારણે ઘરફોડ અને કેબલ ચોરી સંબંધિત કુલ સાત ગુનાઓનો ભેદ ઉકેલાયો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોરીના માલની ખરીદીમાં સામેલ રાંચરડાની ભંગારની વેપારીની પણ સંડોવણી જણાઈ આવી, જેના વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 175 કિલોગ્રામ તાંબાના કેબલ વાયરના ગૂંચળા કબજે કરવામાં આવ્યા..

આ ઉપરાંત ચોરીના અન્ય સામાન અને વાહનો સહિત કુલ 2.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.આ માલમાં ચોરી થયેલ કેબલ,ઉપકરણો અને અન્ય મૂલ્યવાન વસ્તુઓનો સમાવેશ છે.બાવલુ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ગેંગે અન્ય કોઈ સ્થળે ચોરી કરી છે કે નહીં તે જાણવા માટે તપાસને તેજ કરી રહી છે.
📲Get App