🔥 ट्रेंडिंग साइक्लोन अकवान से झारखंड में हल्की बार... આટકોટમાં પત્નીનું અપહરણ અને દુષ્કર્મ:... ਨਾਈਜੀਰੀਆ ''ਚ ਵੱਡਾ ਕਿਸ਼ਤੀ ਹਾਦਸਾ: ਅੰਤਿਮ... केरल टीवी ने मोहनलाल की ‘अथिमानोहरम’ क... साइक्लोन अकवान के अवशेषों से पूर्वी भा... આઇ.ટી.આઇ.અમરેલી ખાતે દીક્ષાંત સમારોહ ૨...
22 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખાવડા-ભુજ હાઇવે પર ફરી ગોઝારો અકસ્માત, ઉત્તરાખંડથી કચ્છ ફરવા આવેલા આર્મી પરિવારના 7 સભ્યોનાં મોત*

✍️ रिपोर्टर: Haresh Maheshwari 🗓 22 नव. 2026, 09:16 AM 👁 27
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાવડા-ભુજ હાઇવે પર ફરી ગોઝારો અકસ્માત, ઉત્તરાખંડથી કચ્છ ફરવા આવેલા આર્મી પરિવારના 7 સભ્યોનાં મોત*

*ખાવડા-ભુજ હાઇવે પર ફરી ગોઝારો અકસ્માત, ઉત્તરાખંડથી કચ્છ ફરવા આવેલા આર્મી પરિવારના 7 સભ્યોનાં મોત*

*વેકરિયાના રણ વિસ્તારમાં શનિવારે રાત્રે કાર અને ટ્રેલર વચ્ચે સામસામે ભીષણ ટક્કર સર્જાતાં આર્મી પરિવારના 7 સભ્યોનાં કરુણ મોત નીપજ્યાં*

*ઉત્તરાખંડનો પરિવાર કચ્છમાં ફરવા માટે આવ્યો હતો*

*મૃતકોમાં પતિ-પત્ની અને તેમની માત્ર 3 માસની બાળકી, પિતા-પુત્રી તેમજ માતા-પુત્રીનો સમાવેશ થાય છે*

*શનિવારે રાત્રે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં ઉત્તરાખંડ પાસિંગની કાર ખાવડાથી ભુજ તરફ આવી રહી હતી*

*તે દરમિયાન ભુજ તરફથી ખાવડા જઈ રહેલા ટ્રેલર સાથે કાર ધડાકાભેર સામસામે ભટકાઈ*

*ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો રીતસર બુકડો બોલી ગયો અને અંદર સવાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા*

*અકસ્મતમાં 3 બાળકો, 2 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 7 લોકોનાં મોત થયા*

*મૃતકોનાં નામ: સૌરવસિંહ જસપાલસિંહ નેગી (ઉંમર 32 વર્ષ), સવિતા સૌરવસિંહ નેગી, સિવિકા સૌરવસિંહ નેગી (ઉંમર 3 માસ), રિંકી નીતિન ગુંસાઈ, વામિકા નીતિન ગુંસાઈ, રાજેશસિંહ રાવત અને રક્ષિતા રાજેશ રાવત (ઉંમર 7 વર્ષ)*

*અકસ્મતની જાણ થતાં આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો*

*તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા*

*પ્રાથમિક તપાસમાં મૃતક પરિવાર આર્મીમાં ફરજ બજાવતો હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ*

*ઘટનાની જાણ થતાં મોડી રાત્રે આર્મીના અધિકારીઓ તાબડતોબ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા*

*અકસ્મતના પગલે પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ઘસી ગયા હતા*

*પશ્ચિમ કચ્છ એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, બી ડિવિઝન પીઆઈ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો અને પીએમ સહિતની કાર્યવાહી કરાવી*

*પોલીસે અકસ્માતને પગલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે*

*આ અગાઉ 9 ઓક્ટોબર 2026ના રોજ ખાવડા આરઈ પાર્ક રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પણ 7 લોકોનાં મોત થયા હતા*

https://www.instagram.com/reel/DgBktr6qEYI/?bqrl=MWhkYzRiaWxkcWUyYg==
📲Get App