🔥 TRENDING Unakoti District Launches JJM 2.0 Wate... Tripura CM attributes BJP's rising pop... India's First Organized Donkey Farm La... Himachal Pradesh Introduces Bill to Si... Himachal Pradesh to levy environmental... 12 killed in two separate road crashes...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના ડિંડોલીમાં ચોરીની શંકા પર યુવકની નિર્દયતાપૂર્વક હત્યા, 6 આરોપીઓ ઝડપાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 Nov 2026, 06:17 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ડિંડોલી વિસ્તારમાં બે મિત્રોને ચોર સમજી અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોરીની શંકાના આધારે એક યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સણીયા કણદે ગામના એક પાર્ટી પ્લોટમાં ઘાસ કાપવા ગયેલા બે મિત્રોને 6 શખ્સોની ટોળકીએ 'ચોર' સમજી અપહરણ કર્યા હતા.

આરોપીઓ આ બંને યુવકોને કરાડવાના રાધેક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા. ત્યાં તેમને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો, જેના પરિણામે એક યુવકનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યામાં સંડોવાયેલા તમામ 6 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
📲Get App