🔥 TRENDING आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... Karnataka Holds 51% Share of India's G...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: રખિયાલ પોલીસે 519.8 ગ્રામ ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા
Crime

અમદાવાદ: રખિયાલ પોલીસે 519.8 ગ્રામ ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Aug 2026, 05:34 PM 👁 121
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પોલીસે નશીલા પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરીને બે આરોપીઓને ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા છે.

અમદાવાદની રખિયાલ પોલીસે નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન દરમિયાન પોલીસે 519.8 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત ₹25,950 આંકવામાં આવી છે.

પોલીસની તપાસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસે ગાંજા ઉપરાંત બે મોબાઇલ ફોન જેની કિંમત ₹15,000 અને રોકડ રકમ ₹18,780 મળી કુલ ₹59,730નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે અંગેની વિગતો મેળવી શકાય.
📲Get App