🔥 TRENDING Jharkhand Police Portal Crash Forces R... 92-Year-Old Woman Escapes Nursing Home... TPCC chief accuses BRS of betraying Te... Morning haze lingers in Hyderabad as r... New predatory aquatic insect species i... Cyclone Akvan Forces Cancellation of 4...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

જાપાને 48 દેશો સામે મૂક્યો મોટો પ્રસ્તાવ, એશિયામાં ક્યારેય નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ!

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 18 Nov 2026, 12:57 AM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મધ્ય પૂર્વમાં ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલા વૈશ્વિક ઊર્જા સંકટ અને ક્રૂડ ઓઇલની આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે જાપાને એશિયાઈ દેશોને મોટી રાહત આપતો એક ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચી(Sanae Takaichi)એ મંગળવાર, 17 નવેમ્બર 2026ના રોજ ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં ASEAN શિખર સંમેલનમાં 48 દેશો સમક્ષ 'એશિયન એનર્જી એજન્સી'(Asian Energy Agency) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.IEAનું એશિયન વર્ઝન: પીએમ તાકાઇચીએ જણાવ્યું કે તેઓ 1974માં તેલ સંકટ સમયે બનેલી 'ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી'(IEA)ના તર્જ પર તેનું એશિયન વર્ઝન અને 'તેલ સુરક્ષા ટાસ્ક ફોર્સ' બનાવવા માંગે છે.

કટોકટીમાં તેલ ભંડારની વહેંચણી: જાપાન ઈન્ડોનેશિયા સ્થિત આર્થિક સંશોધન સંસ્થા(ERIA) સાથે મળીને આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ કે કટોકટીના સમયે સભ્ય દેશોના રાષ્ટ્રીય તેલ ભંડારમાંથી તેલ જારી કરવા અને એકબીજા સાથે શેર કરવા માટે નિયમો તૈયાર કરવાનો છે.

ઈરાન યુદ્ધ અને ભારત-જાપાન જેવા દેશો પર અસર

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વધ્યા હતા ભાવ: ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા ઈરાન યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે જ્યાંથી વિશ્વનો 20%થી વધુ ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે તે બ્રેન્ટ ક્રૂડના ભાવ 126 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા.

ભારતને મોટો ફાયદો: ભારત પોતાની જરૂરિયાતનું આશરે 90% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જો એશિયાઈ દેશો વચ્ચે આવું સુરક્ષા કવચ તૈયાર થાય, તો ભવિષ્યમાં વૈશ્વિક સંકટ સમયે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારીને નિયંત્રણમાં રાખી શકાશે
📲Get App