🔥 TRENDING GLOBAL RAVIDASIA WELFARE FOUNDATION –... श्री गुरु नानक देव जी के पास दिवस के उ... डिह थाना क्षेत्र में 5 अक्टूबर की मारप... Grand Celebration of the 71st Kannada... बीजेपी नेता राजू फर्ट्याल की कार दुर्घ... ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತೆಯರ ವೇತನ ₹15 ಸಾವಿರಕ್ಕೆ ಹೆ...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા, વડાલી ખાતે 45 કરતાં વધુ મુસાફરો ભરેલી જીપ પલટી, કોઈ ગંભીર ઇજા નહીં..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 23 Nov 2026, 09:34 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાની વડાલી તાલુકામાં કોડરેલી ભંડવાલ રોડ પર 45 થી વધુ મુસાફરો સાથે ભરેલી જીપ પલટી,પરંતુ કોઈને ગંભીર ઇજા ન થઈ..

સાબરકાંઠાના-:
વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોડરેલી ભંડવાલ રોડ પર ખાનગી જીપ પલટી,જેમાં 45 થી 50 મુસાફરો સવારી કરી રહ્યા હતા.જિપમાં 7‑8 વ્યક્તિઓ માટે જ પરમિટ હોય તેવા નિયમોનું ઉલ્લંઘન કરીને 45 કરતાં વધુ મુસાફરોને ભરવામાં આવ્યા હતા,જેનાથી વાહનનું સંતુલન ખોવાઈ ગયું અને તે પલટી..

સદનસીબે પલટી બાદ કોઈપણ મુસાફરને ગંભીર ઇજા ન થઈ. બધા મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા, પરંતુ તેમની સ્થિતિ સ્થિર જણાઈ.વડાલી ટ્રાફિક પોલીસને આ ઘટનાની તપાસ માટે અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારોમાં આવા ઓવરલોડેડ મુસાફરીના સાધનો સામાન્ય રીતે જોવા મળે છે.
📲Get App