🔥 TRENDING Ramayana Sets New Milestone, Fastest I... Over 200 Fatal Road Accidents Recorded... Antibiotic Resistance Rises as Potent... Telangana Launches Online Borewell Per... Odisha Deputy CM KV Singh Deo Reviews... Cyclone Akvan Expected to Hit Indian C...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંડવીની બેંક કર્મચારી સાથે રૂ. 3.73 લાખની સાયબર છેતરપિંડી
Crime

માંડવીની બેંક કર્મચારી સાથે રૂ. 3.73 લાખની સાયબર છેતરપિંડી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 09 Oct 2026, 09:19 AM 👁 87
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લંડનથી મોંઘી ગિફ્ટ મોકલવાની લાલચ આપી સાયબર ઠગબાજોએ માંડવી તાલુકાના એક ગામના અને બેંકમાં ફરજ બજાવતી મહિલા પાસેથી રૂ. 3.73 લાખ પડાવી લીધાની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

માંડવી તાલુકાના એક ગામમાં રહેતી અને બેંકમાં નોકરી કરતી એક મહિલા સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી ભારે પડી છે. સાયબર ઠગબાજોએ લંડનથી મોંઘી ગિફ્ટ મોકલવાની લાલચ આપીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી.

ઠગબાજોએ અલગ-અલગ બહાના કાઢીને મહિલા પાસેથી કુલ રૂ. 3.73 લાખની રકમ પડાવી લીધી હતી. આ સમગ્ર ઘટના બાદ મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા તેણે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતા પહેલા સાવચેત રહેવાની જરૂરિયાત દર્શાવે છે.
📲Get App