🔥 TRENDING बिलासपुर के पठान मोहल्ले में सीसी रोड... बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર પોલોગ્રાઉન્ડમાં તસ્કરો દ્વારા 30-40 હજારની રોકડ ચોરી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 11 Nov 2026, 10:38 PM 👁 122
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં બંધ રહેલ ભાડાના મકાનમાં તસ્કરો તાળું અને તિજોરી તોડી અંદરથી 30-40 હજાર રૂપિયા ચોરી ગયા,પરિવાર પોલીસને જાણ કરવા તૈયાર છે..

સાબરકાંઠાના-:
હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં રાત્રી દરમિયાન તસ્કરો બંધ રહેલ ભાડાના મકાનને નિશાન બનાવી તાળું તોડી,તિજોરી ખોલીને અંદરથી રોકડની ચોરી કરી.ઋષભદેવ સોસાયટી પાસે પોસ્ટ ઓફિસ સામે આવેલ આ મકાનમાં વિપુલભાઈ પંચાલ અને તેમના પરિવારનું નિવાસ હતું.તેઓ નવા વર્ષે બપોરે મકાન બંધ કરીને વતન ગયા હતા..

સાંજના સમયે ઘર પરત આવતાં તેમને જાળી અને દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું. તિજોરી પણ તોડી હતી, જેમાંથી અંદાજે 30,000 થી 40,000 રૂપિયા ચોરી ગયા હોવાનું જણાયું.વિપુલભાઈ અને પરિવાર તાત્કાલિક હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ઘટના નોંધાવી,તપાસ અને દોષિતોની શોધ માટે કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી.
📲Get App