🔥 TRENDING Maharashtra CM Fadnavis Unveils A.R. R... CJP’s Dipke, Das, Ranka to Host Youth... India to Clean Heritage Sites Starting... Five-Century Palace Falls into Neglect... Samaleswari SC Set to Clash with Nagal... MCPCR Holds Consultative Meeting on Ch...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર: 30મા ગણેશ મહોત્સવનું ભાવુક વિદાય સાથે સમાપન, ભવ્ય વિસર્જન શોભાયાત્રા
Religion

હિંમતનગર: 30મા ગણેશ મહોત્સવનું ભાવુક વિદાય સાથે સમાપન, ભવ્ય વિસર્જન શોભાયાત્રા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 Sep 2026, 11:08 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરના વિનાયકનગર ખાતે શ્રી ગણેશ યુવક મંડળ તથા અષ્ટવિનાયક ગણપતિ મંદિર દ્વારા આયોજિત 30મા ગણેશ મહોત્સવનું ભવ્ય શોભાયાત્રા સાથે સમાપન થયું. 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું.

હિંમતનગર શહેરના વિનાયકનગર ખાતે શ્રી ગણેશ યુવક મંડળ તથા અષ્ટવિનાયક ગણપતિ મંદિર દ્વારા આયોજિત 30મા ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ ભાવુક માહોલમાં સમાપન થયું હતું. મહોત્સવના અંતિમ દિવસે શહેરમાં ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં 'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ'ના નાદ સાથે આખું હિંમતનગર ગુંજી ઊઠ્યું હતું.

ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ વિધિવત પૂજા-અર્ચના, મહાઆરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે બપોરે વિનાયકનગરથી ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથે વિસર્જન શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

નાચતા-ગાતા અને ગુલાલની છોળો વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં બાપ્પાના વિસર્જનમાં જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના પ્રમુખ માર્ગો પરથી પસાર થઈને સિવિલ સર્કલ સુધી પહોંચી હતી. સમગ્ર માર્ગ પર શ્રદ્ધાળુઓએ બાપ્પાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
📲Get App