🔥 TRENDING মুখ্যমন্ত্রীর ঘোষণায় মাসিক বিদ্যুৎ বি... Bisleri Declares Bottled Water Safe Af... FSSAI files criminal case against Bisl... Illicit liquor worth Rs 28.38 lakh sei... NVIDIA reinstates Jensen Huang as CEO,... New Market FC Reach Semi-Finals of 26t...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાવનગર: ભંગારની વસ્તુઓ તોડતી વખતે સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ, 3થી વધુ બાળકો સહિત એક જ પરિવારના 8 સભ્યો દાઝ્યા

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 24 Nov 2026, 12:12 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરના કુંભારવાડામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સોમવારે(23 નવેમ્બર) શહેરના મહાલક્ષ્મી મિલની ચાલી વિસ્તારમાં અલંગના સ્પ્રે તોડતી વખતે બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં આગ લાગવાથી એક જ પરિવારના 8 સભ્યો દાઝ્યા હતા.


ભંગારની વસ્તુઓ તોડતી વખતે સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ, ભંગારનો વ્યવસાય કરતો પરિવાર ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલ તોડવાનું કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થતાં આગ ભભૂકી હતી. જેમાં એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાળકો-મહિલા સહિત એક જ પરિવારના 8 સભ્યો આગની ઝપેટમાં આવી ગયા હતા.

3થી વધુ બાળકો સહિત એક જ પરિવારના 8 સભ્યો દાઝ્યા

આ દુર્ઘટનામાં કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બનાવમાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફરતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App