🔥 TRENDING પ્રાંતિજ નજીક હાઈવે પર અકસ્માતમાં ડીઝલ... திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મંગરોળના નાંદરખી ગામમાં સાયકલોન સેન્ટરમાં થયેલી મોટી ચોરીનું 3 વર્ષ પછી પણ કોઈ સમાધાન નહીં

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 31 Oct 2026, 05:20 PM 👁 213
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંગરોળ તાલુકાના નાંદરખી ગામમાં સાયકલોન સેન્ટરમાંથી 40 સોલાર બેટરી, 30 સિલિંગ ફેન અને અન્ય મોંઘી સામાનની ચોરીની ફરિયાદ 2024માં નોંધાઈ હતી, પરંતુ ત્રણ વર્ષ પછી પણ કોઈ આરોપીની ઓળખ થઈ શકી નથી.

મંગરોળ તાલુકાના નાંદરખી ગામમાં સાયકલોન સેન્ટરમાં થયેલી મોટી ચોરીના મામલે ત્રણ વર્ષ પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. ગામમાં આવેલા સાયકલોન સેન્ટરમાંથી ચોરોએ મોટો હાથ સાફ કરી ગયો હતો. આ ઘટના 2024માં બની હતી, જ્યારે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. હાલમાં ત્રણ વર્ષનો સમય વીતી ગયો છતાં કોઈ આરોપી કે ચોરનો સગડ શોધી શકાયો નથી.

ચોરીમાં ચોવીસ સોલાર બેટરી, ત્રીસ સિલિંગ ફેન, વિશ પાણીના નળ, બે કોમ્યુટર, એક ટેલિવિઝન, સબમર્શીબલ પંપ અને સાઉન્ડ બોક્સનો સમાવેશ થાય છે. આમ, મોટા પાયે સામાન ચોરી જતાં ચોરીની ઘટનાને લઈને ગામમાં અસંતોષ ફેલાયો છે. ચોરીના મામલે તપાસમાં કોઈ પ્રગતિ નથી થઈ હોવાનું જણાઈ રહ્યું છે.

ગામના લોકો સરપંચ નો દાવો એવો છે કે ત્રણ વર્ષથી ચાલતી આ તપાસમાં કોઈ મહત્વપૂર્ણ સફળતા મળી નથી. ચોરીના મામલે કાર્યવાહીના નામે કોઈ પ્રગતિ નથી થઈ હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલે શીલ પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
📲Get App