🔥 ट्रेंडिंग हरियाणा सरकार ने 32 IFS अधिकारियों का... उत्तर भारत में सर्दियों का वायु प्रदूष... सीजीबीएसई ने 2027 के 10वीं और 12वीं बो... छत्तीसगढ़ ने 341 पीएम शृंखला स्कूलों म... छत्तीसगढ़ ने 6,691 गांवों के लिए 733 क... लखनऊवाल में एएपी ने पूर्व विधायक के कि...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં જૂનું મકાન ધરાશાયી, 3 લોકોને સુરક્ષિત બચાવાયા
स्थानीय

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં જૂનું મકાન ધરાશાયી, 3 લોકોને સુરક્ષિત બચાવાયા

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 26 सित. 2026, 07:24 AM 👁 87
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટંકશાળ રોડ પર આવેલી કાળુસાની પોળમાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં ટંકશાળ રોડ પર આવેલી કાળુસાની પોળમાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ મકાનના કાટમાળમાંથી 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ ફાયર બ્રિગેડ દ્વારા વધુ તપાસ અને જરૂરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મકાન ધરાશાયી થવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App