🔥 TRENDING Maharashtra CM Fadnavis Unveils A.R. R... CJP’s Dipke, Das, Ranka to Host Youth... India to Clean Heritage Sites Starting... Five-Century Palace Falls into Neglect... Samaleswari SC Set to Clash with Nagal... MCPCR Holds Consultative Meeting on Ch...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

તરસાડીમાં રોટરી ક્લબ દ્વારા પાંચમા રોટરી નવરાત્રી 2026નું ભવ્ય આયોજન

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 11:57 AM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા દ્વારા પાંચમા રોટરી નવરાત્રી 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જે ક્લબની 25 વર્ષની સમાજ સેવાના ઉત્સવ રૂપે ઉજવાઈ રહ્યું છે.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા દ્વારા પાંચમા રોટરી નવરાત્રી 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ક્લબ દ્વારા કરવામાં આવેલી 25 વર્ષની સમાજ સેવાના ઉત્સવ રૂપે ઉજવવામાં આવી રહ્યું છે.

આ નવરાત્રી મહોત્સવનું આયોજન કલામંદિર જ્વેલર્સના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પારંપરિક ગરબાનું આયોજન કરાયું છે, જેમાં યુવાધન મોટી સંખ્યામાં જોડાઈને આનંદ માણી રહ્યું છે.

ગરબાના તાલે ઝૂમી રહેલા યુવાનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખી રહ્યા છે. આ પ્રસંગે રોટરી ક્લબ દ્વારા સમાજ સેવાની ભાવનાને ઉજાગર કરવામાં આવી રહી છે.
📲Get App