🔥 TRENDING Cyclone Aqwan 20-21 ତାରିଖରେ ଶିମିଳିପାଳ... ଭୁବନେଶ୍ୱରରେ ଜଳବନ୍ଦୀ, ଗଛ ପଡ଼ିବା ଓ ଅନ୍ୟା... ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍... બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર... Karnataka Strengthens Lead in Hosting... Suspense Persists Over Rajasthan Crick...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં 'સ્વચ્છતા હી સેવા-2026' ઝુંબેશથી રસ્તાઓ સ્વચ્છ,મચ્છરજન્ય રોગો નિવારણમાં પ્રગતિ..
Local

હિંમતનગરમાં 'સ્વચ્છતા હી સેવા-2026' ઝુંબેશથી રસ્તાઓ સ્વચ્છ,મચ્છરજન્ય રોગો નિવારણમાં પ્રગતિ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Sep 2026, 06:54 PM 👁 113
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકાએ 17/09/2026 થી 02/10/2026 સુધી 'સ્વચ્છતા હી સેવા-2026' અભિયાન હેઠળ શહેરની સફાઈ અને મચ્છરજન્ય રોગ નિવારણ માટે કામગીરી કરી..

સાબરકાંઠામાં-:
આજરોજ તારીખ-: 19 સપ્ટેમ્બર 2026 ના રોજ હિંમતનગર નગરપાલિકાએ 'સ્વચ્છતા હી સેવા-2026' અભિયાન શરૂ કર્યું, જે 17/09/2026 થી 02/10/2026 સુધી ચાલશે.આ અભિયાન હેઠળ આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી, રસ્તાઓની સફાઈ અને મચ્છરજન્ય રોગ નિવારણ માટે સતત કાર્ય કર્યું..

નગરપાલિકાએ નાગરિકોની ફરિયાદોને પ્રાથમિકતા આપી સ્થળ પર તાત્કાલિક મુલાકાત લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો ન રહે તેની કાળજી રાખવા અનુરોધ કરવામાં આવ્યો.હિંમતનગર નગરપાલિકા સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહી, નાગરિકોના સહકારથી શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રાખવા સતત પ્રયત્નશીલ છે.
📲Get App