🔥 TRENDING બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર... Karnataka Strengthens Lead in Hosting... Suspense Persists Over Rajasthan Crick... વિરમગામ તાલુકામાં ડાંગર કાપવાના કટરથી... Six dead, six injured in two road acci... असुद्दीन उबैशी ने चंद्र शेखर आजाद को म...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં બંધ એપી માર્કેટમાંથી મળેલ 20-22 વર્ષીય માનવ કંકાલ, પોલીસ તપાસમાં
Crime

સુરતમાં બંધ એપી માર્કેટમાંથી મળેલ 20-22 વર્ષીય માનવ કંકાલ, પોલીસ તપાસમાં

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Aug 2026, 02:02 PM 👁 100
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉધના-નવસારી મેઇન રોડ પર અંબર કોલોની સામે જર્જરીત માર્કેટમાંથી મળેલ કંકાલની ઘટના પછી પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી છે.

સુરતના ઉધના-નવસારી મેઇન રોડ પર અંબર કોલોની સામે આવેલ જર્જરીત અને બંધ એપી માર્કેટમાંથી 20-22 વર્ષીય પુરુષનો માનવ કંકાલ મળ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી થઈ. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો.

મહાનગરપાલિકાએ છેલ્લા એક વર્ષથી આ માર્કેટને સીલ કરેલું હતું. કંકાલ મળતા જ પોલીસએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને સાથે રાખીને તપાસ શરૂ કરી છે.

સૂત્રો અનુસાર કંકાલ 20-22 વર્ષનો પુરુષનું છે અને તેનું મૃત્યુ 4-5 સપ્તાહ પહેલા થયું હોવાની ધારણા છે. આ યુવક કોણ છે અને તેની મૃત્યુની પરિસ્થિતિ શું હતી, તે અંગે તપાસ ચાલુ છે.

પોલીસે કંકાલની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને તપાસની પ્રગતિ મુજબ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.
📲Get App