🔥 ट्रेंडिंग मोहप पाझर तलावाच्या पूर रेषेपर्यंत अनध... हिमाचल के किन्नौर में छात्रों पर हमले... सरदार सोभा सिंह की 125वीं जयंती पर स्म... उत्तराखंड NEET PG राउंड 2 परिणाम घोषित... सिंगरौली जिले के बरगवां रेलवे स्टेशन प... पुसा मीटिंग के बाद बीजेपी मोर्चा में ब...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બનાસકાંઠા જિલ્લાની દાંતા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરીમાં 2 આરોપીઓની ધરપકડ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 28 नव. 2026, 01:07 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં દાંતા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરીમાં નાસતા ફરતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, પોલીસે શૂન્ય સહનશીલતા નીતિ અનુસાર તાત્કાલિક કાર્યવાહી કરી..

બનાસકાંઠાના-:
દાંતા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં નાસતા ફરતા 02 આરોપીઓની ધરપકડ કરવા માટે સ્થાનિક ક્રાઇમ બ્રાંચ પાલનપુરે અલગ‑અલગ ટીમોનું ગઠન કર્યું.ચિરાગ કોરડીયા ઇન્ચાર્જ પોલીસ મહાનીરીક્ષક અને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક દ્વારા રાજ્યની શૂન્ય સહનશીલતા નીતિ અનુસાર અસરકારક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી.આ સૂચના અનુસાર આર જી ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.પાલનપુર,આર બી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જે એસ ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની ટીમો 27 નવેમ્બર 2026 ના રોજ રતનપુર ચાર રસ્તા નજીક નાકાબંધી વિસ્તારમાં આરોપીઓની શોધખોળ કરી અને તેમને ધરપકડ કરી.ધરપકડ કરાયેલા આરોપીઓમાં શ્રવણસિંહ જીતેન્દ્રસિંહ ચૌહાણ (ઝાલરા, કરઝા, દાંતીવાડા, બનાસકાંઠા) અને ઉપેન્દ્રસિંહ રજુસિહ ચૌહાણ (ઝાલરા, કરઝા, દાંતીવાડા, બનાસકાંઠા) સામેલ છે. શ્રવણસિંહનું અગાઉનું ગુનાહિત ઇતિહાસ દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે (ગણો નંબર‑11195061210504/2021). તેમની હાલની ધરપકડ દાંતા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન કિસ્સા (ગણો‑11195015260475/2026) મુજબ કરવામાં આવી છે..

આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર જી ચૌઘરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,આર બી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,જે એસ ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,પુંજાભાઈ નાથાભાઈ હેડ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,ઇશ્વરભાઇ ભીખાભાઈ પોલીસ કોન્સ્ટેબલ LCB પાલનપુર.ને પ્રશંસનીય કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યું છે.
📲Get App