🔥 ट्रेंडिंग मणिपुर में सेना वाहन दुर्घटना में दो म... सिक्किम बनाम मणिपुर: 20 नवम्बर 2026 के... मणिपुर उच्च न्यायालय ने पुलिस को गिरफ्... अनुराग अग्रवाल को मेघालय के कार्यवाहक... मेघालय के शिक्षक ने ₹1 दान किया, डिप्ट... मेघालय को वैश्विक संगीत गंतव्य बनाने क...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
विदेश

રશિયામાં મોટી વિમાન દુર્ઘટના: હવામાં આગ લાગ્યા બાદ આર્મીનું પ્લેન ક્રેશ થયું, 17 લોકોના મોત

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 18 नव. 2026, 12:51 AM 👁 49
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રશિયાના કેમેરોવો (Kemerovo) વિસ્તારમાં રશિયન આર્મીનું એક એએન-12 (An-12) વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં સવાર તમામ 17 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉડાન દરમિયાન વિમાનમાં હવામાં જ અચાનક આગ લાગી ગઈ હતી. ત્યારબાદ વિમાન ઝડપથી નીચે તરફ પડવા લાગ્યું અને જમીન સાથે ટકરાતા જ તેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાં સવાર કોઈપણ વ્યક્તિને બચાવી શકાયા નથી.રશિયન મીડિયાના રિપોર્ટ અનુસાર, કેમેરોવો વિસ્તારના ગવર્નર ઈલ્યા સેરેડ્યુકે સ્થાનિક સમય અનુસાર રાત્રે અંદાજે 9:30 વાગ્યે આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. વિમાનમાં આગ લાગી ગઈ હતી અને ક્રૂએ અંતિમ સમય સુધી સળગતા વિમાનને રહેણાંક ઈમારતોથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો, જેથી જમીન પર જાન-માલનું નુકસાન ન થાય. આ વિમાન સાઇબેરિયાના નોવોસિબિર્સ્ક (Novosibirsk) થી ક્રાસ્નોયાર્સ્ક ક્રાઈના કાંસ્ક (Kansk) જઈ રહ્યું હતું.

વિમાન ક્રેશ થવાના અસલી કારણની તપાસ

ગવર્નર સેરેડ્યુકે જણાવ્યું કે દુર્ઘટનાસ્થળ પર એક ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ઘટનાસ્થળે મેડિકલ ટીમ, પોલીસ, આપાતકાલીન સેવાઓ અને નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. હાલ વિમાન ક્રેશ થવાનું અસલી કારણ સામે આવી શક્યું નથી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App