🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકામાં ગ્રામ સુરક્ષાની મોટી પહેલ: 13 ગામોમાં લોકફાળાથી 28 CCTV કેમેરા લગાવાયા

✍️ Reporter: Atul Thakor 🗓 19 Nov 2026, 05:36 PM 👁 82
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર તાલુકામાં ગ્રામ સુરક્ષાની મોટી પહેલ: 13 ગામોમાં લોકફાળાથી 28 CCTV કેમેરા લગાવાયા

રૂ. 3 લાખના ખર્ચે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બની; પશુચોરીના ત્રણ ભેંસ અને એક પાડો શોધી માલિકોને પરત સોંપાયા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષા વધારવા પોલીસ વિભાગ દ્વારા લોકભાગીદારીથી સરાહનીય પહેલ કરવામાં આવી છે. તાલુકાનાં 13 ગામોમાં ગ્રામજનોના લોકફાળાથી અંદાજે રૂ. 3 લાખના ખર્ચે 28 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પહેલથી ગામોમાં થતી ચોરી, મિલકત સંબંધી ગુનાઓ તેમજ અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં પોલીસને મદદ મળશે.

બનાસકાંઠા રેન્જના IG ચિરાગ કોરડીયા અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરાયું છે. સાંતલપુર પોલીસ સ્ટેશનના PI એન.જે. પંચાલના પ્રયાસોથી આ કામગીરી સફળ બની છે.

CCTV કેમેરા લગાવવામાં સહયોગ આપનાર ગામના આગેવાનો અને દાતાઓનું સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુરના ઇન્ચાર્જ SDPO અને DYSP કુણાલસિંહ પરમારે જણાવ્યું હતું કે CCTV કેમેરા ગુનાઓની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા પૂરા પાડવાની સાથે આરોપીઓ સુધી પહોંચવામાં પણ મદદરૂપ બનશે. આગામી સમયમાં લોકભાગીદારીથી વધુ ગામોમાં પણ આવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

પોલીસની કામગીરીથી પશુપાલકોને મોટી રાહત

આ કાર્યક્રમ દરમિયાન ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત સાંતલપુર તાલુકામાંથી ચોરી થયેલી ત્રણ ભેંસ અને એક પાડો શોધી તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

રાધનપુર DYSP કુણાલસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સાંતલપુર PI એન.જે. પંચાલ, વારાહી PI સોલંકી અને બંને પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસો કરીને ચોરી થયેલા પશુઓ શોધી કાઢ્યાં હતાં.

કાર્યક્રમમાં ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્યએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. લાંબા સમયથી પશુચોરીની સમસ્યાથી પરેશાન પશુપાલકોને પોતાના પશુઓ પરત મળતાં રાહત થઈ હોવાનું જણાવી પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાંતલપુરમાં લોકફાળાથી ઊભી થયેલી CCTV સુરક્ષા વ્યવસ્થા અને ચોરી થયેલા પશુઓની પરત સોંપણીથી પોલીસ અને પ્રજાની ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.
📲Get App