स्थानीय
રાજસ્થાનમાં મોડી રાત્રે બે ગોઝારા અકસ્માતમાં 12 લોકોનાં મોત : મહારાષ્ટ્રના પરિવારના 9 તો ગુજરાતના પરિવારના 3 લોકોનાં મોત
રાજસ્થાનના માર્ગો શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ ફરી એકવાર રક્તરંજિત બન્યા છે. રાજ્યમાં બે અલગ-અલગ સ્થળોએ સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કુલ 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 21 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રથમ અકસ્માત કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર સર્જાયો હતો, જેમાં ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલા મહારાષ્ટ્રના એક જ પરિવારના 9 સભ્યોનાં કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે બીજો અકસ્માત જોધપુર ખાતે થયો હતો, જેમાં ગુજરાતથી રામદેવરા દર્શનાર્થે જઈ રહેલા પરિવારના 3 સભ્યો કાળનો કોળિયો બની ગયા હતાપ્રથમ ઘટના : ડ્રાઈવરને ઝોકું આવી જતાં ક્રુઝર ટ્રકમાં ઘૂસી ગઈ
કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા ગામ નજીક મધ્યરાત્રિએ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રનો એક પરિવાર ખાટુ શ્યામજીના દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહ્યો હતો. ક્રુઝરમાં કુલ 16 લોકો સવાર હતા. શંભુપુરા પાસેથી પસાર થતી વખતે અચાનક ચાલકને ઊંઘનું ઝોકું આવી ગયું હતું. જેના કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બેકાબૂ બનેલી ક્રુઝર હાઈ-વેની સાઈડમાં ઉભેલી એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.
મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ, પરિવારમાં આક્રંદ
આ ટક્કર એટલી ભયાનક હતી કે ક્રુઝરનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બાળકો સહિત એક જ પરિવારના 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે અધિક જિલ્લા કલેક્ટરે વિગતો આપતાં જણાવ્યું કે, શંભુપુરા પાસે મધ્યરાત્રિએ આ દુર્ઘટના સર્જાઈ હતી. ક્રુઝરમાં સવાર 16 લોકોમાંથી 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખવિધિ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
Ads by
બીજી ઘટના : જોધપુરમાં ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત
રાજસ્થાનમાં શનિવાર-રવિવારની રાત્રે જ બીજો એક ગંભીર અકસ્માત જોધપુર ખાતે સર્જાયો હતો. ગુજરાતથી એક પરિવાર રામદેવરા બાબાના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન જોધપુર પાસે તેમની કાર અને એક ટ્રાવેલ ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલા તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો એક જ પરિવારના સભ્યો છે અને તેઓ ગુજરાતથી દર્શનાર્થે આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. એક જ રાતમાં 2 અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં 12 લોકોનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.