🔥 TRENDING 🚨 અડતાળામાં પાણીના વિવાદ બાદ પોલીસનો... कार्तिक मेले में श्रद्धालुओं से Need 2... Drishti IAS Releases Daily Madhya Prad... बिहार में दवा दुकानों पर औषधि नियंत्रण... Sidhu Moosewala’s Father Balkaur Singh... रिम्स जमीन घोटाले में ACB की बड़ी कार्...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં 11,000 રૂપિયાની લાંચ લેતા બે અધિકારીઓને એસીબીની ટ્રેપમાં પકડાયા

✍️ Reporter: Naqvi Mehdi Hasan 🗓 02 Nov 2026, 08:41 PM 👁 69
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાની લાંચ કાંડમાં, ફટાકડાના લાયસન્સ માટે 11,000 રૂપિયાની માંગ કરનારા બે કર્મચારીઓને એસીબીની ટ્રેપમાં ઝડપી લેવામાં આવ્યા.

સુરત મહાનગરપાલિકામાં લાંચ કાંડનો પર્દાફાશ થયો છે, જેમાં ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા માટે 11,000 રૂપિયાની લાંચ માંગનારા બે કર્મચારીઓને એસીબીની ટ્રેપમાં ઝડપી લેવામાં આવ્યા.

આરોપીઓમાં વિપુલકુમાર જયંતકુમાર જોશી, સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ નં. 37(એ), પીપલોદ, અઠવા ઝોન, અને શૈલેષભાઈ કિશનભાઈ સોલંકી, સફાઈ કામદાર, સામેલ છે.

ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કર્યા પછી, એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું. આરોપી નં.1 ના કહેવાથી આરોપી નં.2 એ ફરિયાદી પાસેથી 11,000 રૂપિયાની લાંચ સ્વીકારતા બંને આરોપીઓ પકડાઈ ગયા.

ટ્રેપિંગ અધિકારી એસ.ડી. ધોબી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એસીબી અને ટીમ, આ કામગીરી માટે જવાબદાર છે.
📲Get App