🔥 TRENDING Services Set to Face Nagaland in 19 No... Nagaland's Joint Sales Day Highlights... Nagaland University Hosts Internationa... Manipur Army Vehicle Crash Claims Two... Sikkim vs Manipur: Dailysports Release... Manipur HC Sets 24-Hour Deadline for P...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદામાં જનજાતીય ગૌરવ સપ્તાહ–૨૦૨૬ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ! 1,071 આદિવાસી ખેડૂતોને મળશે જમીનના હક્કો

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 12 Nov 2026, 11:49 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદામાં જનજાતીય ગૌરવ સપ્તાહ–૨૦૨૬ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ! 1,071 આદિવાસી ખેડૂતોને મળશે જમીનના હક્કો

રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસ–૨૦૨૬ની ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યાં હતાં.

તા. ૧૨થી ૧૮ નવેમ્બર દરમિયાન ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરાશે.

સપ્તાહ દરમિયાન યુવા સંવાદ સંમેલન, ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ, પૂજન-અર્ચન, ભજન-કીર્તન અને દીપોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

તા. ૧૫ નવેમ્બરે નાંદોદ અને દેડિયાપાડા ખાતે બે મુખ્ય કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે વન અધિકાર અધિનિયમ હેઠળ ૪૪૫ અધિકારપત્રોનું વિતરણ કરી ૧,૦૭૧ આદિવાસી ખેડૂતોને આશરે ૫૯૦ હેક્ટર જમીનના હક્કો આપવામાં આવશે.

સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના બલિદાન, જીવનસંદેશ અને આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસને જનજન સુધી પહોંચાડવો આ ઉજવણીનો મુખ્ય હેતુ છે.

ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પણ યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા જિલ્લાના નાગરિકો અને આદિવાસી સમાજના ભાઈ-બહેનોને બંને સ્થળે યોજાનારા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

જનજાતીય ગૌરવ, આદિવાસી સંસ્કૃતિ અને અધિકારોના સન્માન સાથે નર્મદા જિલ્લામાં ગૌરવ સપ્તાહની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
📲Get App