🔥 ट्रेंडिंग अरावली के पहाड़-चट्टान को कैनवास पर उत... डिवाइडर से टकराई तेज रफ्तार कार, एक की... સુરતમાં સહારા દરવાજા વિસ્તારમાં સિટી બ... 400 करोड़ की स्क्रिप चोरी में एक आरोपी... लखनऊ में लगन‑सगाई समारोह में 15 लाख की... जयपुर में शादी समारोह से लाखों रुपए सो...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વ્યસન છોડો, 1001 મેળવો: નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા અનોખી પહેલથી ખરવાડામાં ગુંજ્યો શિક્ષણનો સંદેશ

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 24 नव. 2026, 10:04 PM 👁 23
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, NEED24 NEWS માં આપનું સ્વાગત છે.

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખરવાડા ખાતે બાવન ગામ માછી સમાજનો ચતુર્થ સન્માન સમારોહ 2026 યોજાયો હતો.

આ સમારોહ મહીસાગર નાયબ કલેક્ટર એચ ટી મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માછી, ટ્રસ્ટના તમામ હોદ્દેદારો તથા સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહમાં સરકારી સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં નોકરી પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધારનાર 41 કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરી તેમની મહેનત અને પ્રતિભાને બિરદાવવામાં આવી હતી.

સમારોહને સંબોધતા શ્રી મકવાણાએ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા ભારપૂર્વક હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી. શિક્ષણ વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર કરે છે, સમજશક્તિ વિકસાવે છે અને સાચા ખોટા વચ્ચેનો ભેદ સમજવાની શક્તિ આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષિત સમાજ જ અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને કુરિવાજોમાંથી બહાર આવી શકે છે. સમાજના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને માતા પિતા બાળકોના શિક્ષણમાં સક્રિય ભાગીદારી નિભાવે તે જરૂરી છે.

યુવાનોને વ્યસનોથી દૂર રહેવા અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે વ્યસન વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર, આર્થિક સ્થિતિ અને સમગ્ર સમાજના વિકાસને નુકસાન પહોંચાડે છે.

આ પ્રસંગે એક વિશેષ જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે વ્યક્તિ વ્યસનનો સંપૂર્ણ ત્યાગ કરશે અને એક મહિના સુધી વ્યસનમુક્ત રહેશે, તેને એક મહિના બાદ પ્રશસ્તિપત્ર સાથે તેમના પોતાના પગારમાંથી રૂપિયા 1001ની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આ પહેલનો હેતુ વ્યક્તિઓને વ્યસન છોડવા પ્રેરિત કરવાનો તેમજ સમાજમાં સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ ફેલાવવાનો છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણથી જ જાગૃતિ, જાગૃતિથી જ પ્રગતિ અને પ્રગતિથી જ સમૃદ્ધ સમાજ તથા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

મહીસાગરથી હસમુખ ભોઈ, NEED24 NEWS.
📲Get App